નિયામકશ્રીનો સંદેશ
અમો ચોક્કસપણે માનીએ છીએ કે આપનું બાળક આવતી કાલે આપણા પરિવારનું, આપણા સમાજનું, આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે. પ્રભાવ જોઇને અથવા સમજના અભાવે પ્રલોભનો આપતી સંસ્થામાં કે દેખાતી પર્સનાલિટી ધરાવતી શિક્ષણ સંસ્થાઓમાં આપણે આપણા સંતાનોને દાખલ કરી દઇએ છીએ પરંતુ સત્ય એ છે કે દેશનું ભવિષ્ય, આપણા સંતાનનું ભવિષ્ય પૈસાની તાકાતથી નહીં, વિચારની તાકાત થી બને છે. શિસ્ત-શિક્ષણ-સંસ્કારથી બને છે. માત્ર અને માત્ર વિવિધ પ્રવૃત્તિઓ આંતરિક મનોશક્તિ, વ્યકિતત્વની, સ્વભાવની, સારી ઓળખ કરીને એની નૈસર્ગિક લાગણી, સંવેદનાઓ જીવંત રાખીને સાચો માનવ બનાવવાનો ટ્રઢ સંકલ્પ અમારો છે.
નિયામક, શ્રી પી. એ. ચારિયા