About Us


About

સંસ્‍થા પરિચય

જયાં અરબ સાગરમાંથી ગળાઇને આવતા સમિરનો મધુર અને માયાળુ સ્‍પર્શ થાય છે, જ્યાંથી શ્રી સોમનાથના સામિપ્ય પામવા માટેનો રાહ પસાર થાય છે. તેવો ગડુ વિસ્‍તાર, એક એવો વિસ્‍તાર કે જે ગ્રામ્‍ય પરિવેશમાં ધબકી રહ્યો છે. મોટા શહેરો અને મોટી કહેવાતી ખાનગી શાળાઓ માત્ર હીરાઓને ચમકાવવાનું કામ કરે છે. એવા સમયે આ સંકુલ સાચા અર્થમાં મૂલ્‍યોને સાચવી શિક્ષણ આપવાનો નમ્ર પ્રયાસ કરી રહી છે. સફળ પરિણામ ન એજ્યુકેશન ટ્રસ્‍ટ શાળા સંકુલ સરકાર માન્‍ય સંકુલ છે. સંસ્‍થામાં કે.જી. થી લઇને કોલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. છેલ્‍લા અઢાર વર્ષ થી ગડુ પંથકમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આ સંસ્‍થા કટીબદ્ધ છે. સંસ્‍થા પાસે વિદ્યાર્થી રેકોર્ડ છે. જેના થકી વાલીઓને નિયમિત સાવધાન કરી શકાય છે. સંસ્‍થાની કેટલીક પ્રવૃત્તિઓ અને યોજનાઓનું આ દર્પણ રજુ કરીએ છીએ.

પ્રમુખ, શ્રી એ. એન. ચારિયા


About

અમારા સ્‍વપ્નનાં બે બોલ

બાળક એટલે ઈશ્વરનો અંશ... નિખાલસ, નિદોર્ષ, સહજ અને ખીલખીલાટ હસતાં બાળકો સમાજને ખુબજ ગમે. બાળકો તેમનું બાળપણ મુક્ત રીતે માણી શકે એવા એક આદર્શ શૈક્ષણિક સંકુલનું અમે સ્‍વપ્ન સેવ્‍યું છે. શ્રી દઘિચી એજ્યુકેશન ટ્રસ્‍ટ સંચાલિત શૈક્ષણિક સંકુલ આધુનિકતા અને ઋષી પરંપરાનો સમન્‍વય કરી, સમાજની સાથે ચાલવાના પ્રયાસ સાથે સંચાલન કરી રહ્યા છીએ. દરેક બાળકનું સ્‍વપ્ન પોતાના મનગમતા ક્ષેત્રમાં સફળતાની ટોચ પર પહોંચવાનું હોય છે. તેમજ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવું પ્રત્‍યેક વાલીનું સ્‍વપ્ન હોય છે. આ તમામ પ્રકારના સ્‍વપ્નો અમારા સંકુલ થકી શાકાર થાય એવું અનેરું અને અનોખું અમારુ સ્‍વપ્ન છે.

મંત્રી, શ્રીમતિ એન. પી. ચુડાસમા


About

નિયામકશ્રીનો સંદેશ

અમો ચોક્કસપણે માનીએ છીએ કે આપનું બાળક આવતી કાલે આપણા પરિવારનું, આપણા સમાજનું, આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે. પ્રભાવ જોઇને અથવા સમજના અભાવે પ્રલોભનો આપતી સંસ્‍થામાં કે દેખાતી પર્સનાલિટી ધરાવતી શિક્ષણ સંસ્‍થાઓમાં આપણે આપણા સંતાનોને દાખલ કરી દઇએ છીએ પરંતુ સત્‍ય એ છે કે દેશનું ભવિષ્ય, આપણા સંતાનનું ભવિષ્ય પૈસાની તાકાતથી નહીં, વિચારની તાકાત થી બને છે. શિસ્‍ત-શિક્ષણ-સંસ્‍કારથી બને છે. માત્ર અને માત્ર વિવિધ પ્રવૃત્તિઓ આંતરિક મનોશક્તિ, વ્‍યકિતત્‍વની, સ્‍વભાવની, સારી ઓળખ કરીને એની નૈસર્ગિક લાગણી, સંવેદનાઓ જીવંત રાખીને સાચો માનવ બનાવવાનો ટ્રઢ સંકલ્‍પ અમારો છે.

નિયામક, શ્રી પી. એ. ચારિયા

Admission Open